રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિભારેથઈ હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં બારે મેઘ ખાંગા થયા છે અતિભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વરસાદી પાણીમાં લોકો ફસાયા હોવાને કારણે સ્થાનિક તંત્ર એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને ઉગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા 24 નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.. જ્યારે ખાનગી બસમાં સવાર હતા તેવા પાંચ મુસાફરોને સાવરકુંડલાના ફીફાદ ગામેથી રેસ્ક્યુ કરવામાં આવ્યાઃ આ દરમિયાન પૈકીના એક મુસાફર ઝાડ પર ચડી જતાં તેમને અમરેલી ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજીતરફ ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 33 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પુરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ તમામ બાળકોને સમયસર સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જળપ્રવાહ ખૂબ તેજ હોવાથી રોડ ક્રોસ કરતી વેળાએ તેમને નદીના બાજુના એક ખાનગી મકાનમાં આશ્રય લેવા મજબૂર થવું પડ્યું હોવાનું કલેક્ટર મનિશ કુમાર બંસલે જણાવ્યું હતું.
Site Admin | જૂન 17, 2025 9:24 એ એમ (AM)
ભાવનગરના તલગાજરડામાં ફસાયેલા 33 વિદ્યાર્થીઓ અને અમરેલીના પિપાવાવમાં પાણીમાં ફસાયેલા 22 કર્મચારીઓને બચાવાયાં