ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 18, 2025 7:59 પી એમ(PM)

printer

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ છે. મધ્ય-પૂર્વના દેશ બહેરીન ખાતે આગામી 22થી 30 તારીખ સુધી ત્રીજી યુથ ઍશિયન ગૅમ્સ યોજાશે. તેમાં ભારતની હૅન્ડબૉલ ટીમમાં ભાવનગરનાં પાલિતાણાની મનાલી પરમારની પસંદગી થઈ છે.
ગુજરાત રમતગમત સત્તામંડળ – SAG-એ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતાં ખેલાડીને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.