ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 25, 2025 9:40 એ એમ (AM)

printer

ભાવનગરનાં ઋચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

ભાવનગરનાં ઋચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. વલસાડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આંતર-રાષ્ટ્રીય યોગા ખેલાડી અને મિસ યોગિની ઑફ ગુજરાતનાં ટાઈટલ વિજેતા ઋચા ત્રિવેદીએ 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે, 14 વર્ષનાં ઋચા ત્રિવેદી ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળામાં 10-મા ધોરણમાં ભણે છે. તેઓ યોગગુરુ અને યોગ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યાં છે. તેમની આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષકોએ તેમને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા છે.