ભાવનગરથી ધોલેરા સુધી અંદાજે 65 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ સોશિયલ મીડિયાના સંદેશમાં આ અંગેની જાણકારી આપી હતી.
આ રેલવે લાઈનના નિર્માણથી ભાવનગર–ધોલેરા વિસ્તાર વચ્ચેનું ઔદ્યોગિક, આર્થિક અને પ્રવાસન જોડાણ વધુ મજબૂત બનશે. સ્થાનિક સ્તરે રોજગારની તકોમાં વધારો થશે અને સમગ્ર વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓએ ભાવનગરની મુલાકાત લીધી હતી.
Site Admin | ઓગસ્ટ 22, 2025 11:00 એ એમ (AM)
ભાવનગરથી ધોલેરા સુધી અંદાજે 65 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈનના નિર્માણને મંજૂરી