ભાવનગરથી અયોધ્યાની ટ્રેનના પ્રસ્થાન પ્રસંગે ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે.
પ્રવાસીઓની સુવિધામાં વધારો અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ઉદેશ્ય સાથે સરાડીયા અને વાંસજાળિયા વચ્ચે નવી રેલવે લાઈન માટે સર્વે ને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કામની પણ રેલવે મંત્રીએ જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન વધુ સરળ બનશે.
ભાવનગરથી અયોધ્યાની ટ્રેન શરૂ થતાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
આ પ્રસંગે રાયપુર અને જબલપુરની ટ્રેનોને પણ લીલી ઝંડી દર્શાવીને શરૂ કરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 3, 2025 1:51 પી એમ(PM)
ભાવનગરથી અયોધ્યાની ટ્રેનના આરંભે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર અને રાજકોટ વચ્ચેની બે નવી ટ્રેન સહિતની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી.
