ઓક્ટોબર 22, 2025 8:17 પી એમ(PM)

printer

ભાલા ફેંકમાં બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરાયું

બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં આયોજિત સમારોહમાં નીરજ ચોપરાને આ પદ એનાયત કરવામાં આવ્યું હતું. તેમના ગણવેશ પર લેફ્ટનન્ટ કર્નલનું ચિહ્ન લગાવીને તેમને સત્તાવાર રીતે બઢતી આપવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રીએ લેફ્ટનન્ટ કર્નલ નીરજ ચોપરા અને તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, લેફ્ટનન્ટ કર્નલ નીરજ ચોપરા શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રીય ગૌરવના સર્વોચ્ચ આદર્શોનું પ્રતિક છે અને રમતગમત અને સશસ્ત્ર દળોમાં પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.