ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 30, 2025 3:49 પી એમ(PM)

printer

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર..

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 94 ટકા ભરાયો છે ડેમની જળ સપાટી 136 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાશે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા છે.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બંધના 8 દરવાજા ખોલી 95 હજાર ક્યુસેક અને કરજણ બંધમાંથી 8 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે અમદાવાદના વાસણા બંધમાં 11 દરવાજા ખોલી 28 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.
રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલના હાલોલમાં આજે 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ગોધરાની મેસરી નદી પરનો કોઝવે અને સાંપા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે આણંદના ઉમરેઠમાં સાડા ચાર ઇંચ અને બોરસદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે.