ભારે વરસાદને કારણે રાજ્યના 99 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 26 જળાશયને એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ 89 ટકા ભરાયો છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં એક મીટરનો વધારો થયો છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ માઝમ અને મેશ્વો જળાશય ઓવરફ્લો થતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 2:57 પી એમ(PM)
ભારે વરસાદને કારણે રાજ્યના 99 જળાશય હાઇએલર્ટ પર
 
		 
									 
									 
									 
									 
									