ખેડા જિલ્લા વહીવટી તંત્રએ સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધી છે. ખેડા તાલુકાના કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ હોવાની જાણ ગામના સરપંચે કરતાં તંત્ર દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે યાંત્રિક બોટ દ્વારા પાણીના ઝડપી પ્રવાહમાં જવાનું મુશ્કેલ બનતા જિલ્લા વહીવટી તંત્રએ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડ્યાં હતા. આ ઉપરાંત ધોળકા તાલુકાના સરોડા ગામના બે વ્યક્તિઓનું પણ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યુ હતું.. સાબરમતી નદીમં જળસ્તર વધતાં ખેતી કામ માટે ગયેલા બે વ્યક્તિઓ ફસાયા હતાં.
Site Admin | ઓગસ્ટ 27, 2025 9:36 એ એમ (AM)
ભારે વરસાદના પગલે સાબરમતી નદીનું જળસ્તર વધતાં ખેડાના ત્રણને એફલિફ્ટ કરી અને ધોળકાના બે લોકોને N.D.R.F. દ્વારા બચાવાયાં
