ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે. આજે ગુરુવારે જમ્મુથી કોઈ પણ તીર્થયાત્રીનો કાફલો કાશ્મીર તરફ નહીં જાય. અધિકારીઓએ કહ્યું, ખરાબ વાતાવરણને જોતા સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવાયો છે. જમ્મુના ભગવતીનગર બૅઝ કૅમ્પથી બાલતાલ અથવા નુનવાન-ચંદનવાડી તરફ નહીં મોકલાય.
જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે જણાવ્યું કે, યાત્રા વિસ્તારમાં ભારે વરસાદને કારણે, બૅઝ કૅમ્પથી યાત્રાળુઓની અવરજવરને અસર થઈ છે. તેથી આજે કોઈ કાફલો રવાના નહીં થાય. યાત્રાળુઓને સમયાંતરે પરિસ્થિતિ વિશે જાણ કરાશે.
Site Admin | જુલાઇ 31, 2025 2:42 પી એમ(PM)
ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત
