ક્રિકેટમાં, ભારત A ટીમ આજે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં તેમના અંતિમ લીગ સ્ટેજ મુકાબલામાં ઓમાન A ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.આજની મેચમાં ભારત કરો યા મરો જેવી સ્થિતિનો સામનો કરશે. ભારત A અને ઓમાન A બંને ટીમો બે-બે મેચમાં બે-બે પોઇન્ટ ધરાવે છે અને આજના વિજેતા ટીમ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.
Site Admin | નવેમ્બર 18, 2025 9:01 એ એમ (AM)
ભારત A ટીમ આજે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં ઓમાન A ટીમ સામે ટકરાશે