નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, ભારત 8.2 ટકાના વિકાસ દર સાથે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહ્યું છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર 3.2 ટકા છે.શ્રી સિતારમણે કહ્યું કે, દરેક વૈશ્વિક સંસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં દેશ માટે તેમના વિકાસ દરનો અંદાજ વધારી રહી છે. નાણામંત્રીએ ગઈકાલે લોકસભામાં 2025-26 માટે ગ્રાન્ટ માટેની પૂરક માંગણીઓના જવાબ દરમિયાન આ વાત કહી હતી.દેશના અર્થતંત્ર અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નકારાત્મક ટિપ્પણી પર જવાબ માંગવા બદલ વિપક્ષની ટીકા કરતા, નાણામંત્રીએ ભાર મૂક્યો કે ભારતને ત્રણ મુખ્ય વૈશ્વિક એજન્સીઓ – DBRS, S&P અને R&I તરફથી રેટિંગ અપગ્રેડ મળ્યું છે અને ઉમેર્યું કે ભારતે ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં નિકાસકાર તરીકે મોખરે રહયું છે.નાણામંત્રીએ કહ્યું કે, વાસ્તવિક ઘરગથ્થુ વપરાશ દર્શાવે છે કે દેશની વસ્તીના નીચેના સ્તરના 40 ટકા લોકોની સંપતિ ટોચના 20 ટકા કરતા નોંધપાત્ર રીતે વધી રહી છે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 9:15 એ એમ (AM)
ભારત 8.2 ટકાના વિકાસ દર સાથે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહ્યું છે – નાણામંત્રી નિર્મલા સીતારમણ