ભારત આગામી 2029 માં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની માટે આપેલી બિડ મેળવી લીધી છે. જેથી ભારતમાં આ ગેમ્સનું આયોજન કરાશે. અમેરિકાના બર્મિંગહામમાં WPFG ફેડરેશન સમક્ષ ભારતીય પ્રતિનિધિઓ દ્વારા મજબૂત રજૂઆત કરાયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ સ્પર્ધા ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગરમાં યોજાશે.
દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સ્પર્ધાની યજમાની અંગે ગુજરાત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી અને વૈશ્વિક રમતગમત સ્થળ તરીકે રાજ્યની વધતી જતી પ્રતિષ્ઠા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યને આ રમતગમત સ્પર્ધાનું આયોજન મળવું એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દૂરંદેશી નેતૃત્વને દર્શાવે છે.
વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સએ વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધામાંની એક છે, જેમાં 70 થી વધુ દેશોના હજારો પોલીસ અધિકારીઓ, અગ્નિશામકો કર્મચારીઓ ભાગ લે છે. આ સ્પર્ધાનું સફળ આયોજન ગુજરાતને વિશ્વ કક્ષાની રમતગમત સ્પર્ધા માટે એક મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કરશે.
Site Admin | જૂન 27, 2025 8:41 એ એમ (AM) | Police
ભારત 2029માં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની માટે આપેલી બિડ મેળવી લીધી