ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા વ્યાપાર સંમેલનને સંબોધતા શ્રી શાહે આ પ્રમાણે જણાવ્યું હતું.
શ્રી શાહે અમદાવાદના મનિુપરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં પણ હાજરી આપી હતી.
અગાઉ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025 ને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે દેશનું આરોગ્ય માળખુ સર્વાંગી અભિગમ સાથે બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શ્રી શાહે નવા વણઝરમાં ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.