ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 2:51 પી એમ(PM)

printer

ભારત સ્માર્ટ ફોનની નિકાસ કરતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો

ભારત સ્માર્ટ ફોનની નિકાસ કરતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે.
વર્ષ 2019માં તે 23મા સ્થાને હતું. કંપનીઓ દ્વારા રજૂ કરાયેલા અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, નવેમ્બર 2024માં માત્ર એક મહિનામાં દેશમાંથી સ્માર્ટફોનની નિકાસ રૂ. 20 હજાર કરોડને પાર કરી ગઈ છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સમાચાર લેખ શેર કરતી વખતે આ સિદ્ધિની પ્રશંસા કરી અને તેને ‘મેકિંગ ભારત સ્ટોરી’ ગણાવી.
ઈન્ડસ્ટ્રી એસોસિએશનના ડેટા અનુસાર, ગયા મહિને દેશની સ્માર્ટફોન એક્સપોર્ટ 20 હજાર 395 કરોડ રૂપિયા નોંધાઈ હતી. આ ગયા વર્ષના સમાન મહિનામાં નિકાસની સરખામણીમાં 92 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે આ આંકડો 10 હજાર 634 કરોડ રૂપિયા હતો. આ સિદ્ધિ ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજનાની નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદન મૂલ્યના 70-75 ટકા નિકાસ કરવાની પ્રતિબદ્ધતા કરતાં ઘણી સારી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.