ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજીનો ત્રીજો તબક્કો નવી દિલ્હીમાં યોજાઇ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એસ. જયશંકર, નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ અને પીયૂષ ગોયલ ગોળમેજીમાં ઉપસ્થિત રહ્યા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી ગાન કિમ યોંગ અને વિદેશમંત્રી જોસેફાઇન ટીઓ સહિત સિંગાપોરના મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યુ, મંત્રીસ્તરીય ગોળમેજી ભારત-સિંગાપોર સહયોગ માટે નવો એજન્ડા નક્કી કરવા માટે એક અનોખી પદ્ધતિ છે. ભારત અને સિંગાપોર એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે અને મંત્રીસ્તરીય ગોળમેજીનો ત્રીજો તબક્કો આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત અને ગાઢ બનાવવાના માર્ગો ઓળખશે.
Site Admin | ઓગસ્ટ 13, 2025 1:55 પી એમ(PM)
ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજીનો ત્રીજો તબક્કો આજથી નવી દિલ્હીમાં શરૂ
