ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો રાઉન્ડ આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એસ. જયશંકર, નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ અને પીયૂષ ગોયલ આ પરિષદમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નાયબ પ્રધાનમંત્રી ગાન કિમ યોંગ અને વિદેશ મંત્રી જોસેફિન ટીઓ સહિત સિંગાપોરના ઘણા મંત્રી આ બેઠકમાં ભાગ લેશે.આ મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક ભારત અને સિંગાપોર વચ્ચે સહયોગ માટે નવો એજન્ડા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ છે. ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે અને મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો રાઉન્ડ દ્વિપક્ષીય પરસ્પર સંબંધોને વધુ વિસ્તૃત અને ગાઢ બનાવશે
Site Admin | ઓગસ્ટ 13, 2025 9:21 એ એમ (AM)
ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો તબક્કો આજે નવી દિલ્હીમાં યોજાશે
