નવી દિલ્હીમાં નિયુક્ત અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કહ્યું છે કે ભારત-અમેરિકા સંબંધો વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંના એક છે.
સેનેટમાં તેમની નિમણૂક દરમિયાન, શ્રી ગોરે ભારતને એક વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતનું ભૌગોલિક સ્થાન, આર્થિક વિકાસ અને લશ્કરી ક્ષમતાઓ સહિયારા સુરક્ષા હિતોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ છે.
શ્રી ગોરે કહ્યું કે તેઓ ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવાને પ્રાથમિકતા આપશે. જેમાં સંયુક્ત લશ્કરી કવાયતોનો વિસ્તાર કરવો, સંરક્ષણ પ્રણાલીઓના વિકાસ અને સહ-ઉત્પાદનને પ્રોત્સાહન આપવું તથા મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાઓ પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે ભારતની 140 કરોડની વસ્તી અને ભારતનો ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ, AI થી લઈને ફાર્માસ્યુટિકલ્સ સુધીના મુખ્ય ક્ષેત્રોમાં અમેરિકા માટે ઘણી તકો પ્રદાન કરે છે તેમણે કહ્યું કે અમેરિકાએ આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત લેવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે અને બંને પક્ષો એક કરાર કરવાની નજીક છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 10:46 એ એમ (AM)
ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવાને પ્રાથમિકતા આપવાનું જણાવતાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર