જૂન 5, 2025 9:19 એ એમ (AM)

printer

ભારત સહિત દુનિયાભરના લાખો લોકો આજે સાઉદી અરેબિયામાં હજ પઢશે

ભારત સહિત દુનિયાભરના લાખો લોકો આજે સાઉદી અરેબિયામાં હજ પઢશે. પાંચ દિવસની હજ વિધિની શરૂઆતના પ્રસંગે હજયાત્રીઓ ગઈકાલે મીનાના તંબુ શહેર ખાતે ભેગા થયા હતા. સવારની નમાઝ અદા કર્યા પછી, તેઓ આજે હજની મુખ્ય વિધિ – નમાઝ વાંચવા માટે અરાફાતના મેદાનમાં જશે.હજયાત્રીઓ નિમરા મસ્જિદમાં ખુત્બા-એ-હજ અથવા હજ ઉપદેશ સાંભળશે અને સાંજે મુઝદલિફા જવા રવાના થતા પહેલા બપોર અને સાંજની નમાઝ સાથે અદા કરશે. હજયાત્રીઓ આવતીકાલે સવારે મીના પરત ફરશે જ્યાં તેઓ પશુ બલિદાન અને શેતાનને પ્રતીકાત્મક પથ્થર મારવાની વિધિ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.