ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 7:21 પી એમ(PM)

printer

ભારત સરકાર દ્વારા રાજયની વધુ એક સાંસ્કૃતિકહસ્તકલા વિરાસત ઘરચોળાને જી.આઈ. ટેગ મળ્યો

ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જી.આઈ. ટેગ મળ્યો છે આની સાથે ગુજરાતને મળેલા કુલ જી.આઈ. ટેગની સંખ્યા 27 ઉપર પહોંચી છે અને હસ્તકલા ક્ષેત્રે આ 23 મો જી.આઈ. ટેગ મળ્યો છે.તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડુલમ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજીત જી.આઈ. એન્ડ બીયોન્ડ વિરાસત સે વિકાસ તક કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જીઓ. ગ્રાફીકલ ઇન્ડીકેશન જી.આઈ. ટેગ એનાયત કરવામાં આવ્યો છે.ઘરચોળા માટેજી.આઈ.ની માન્યતા કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંત કરેછે. આ જી.આઈ. ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.