ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ખેતી નિયામકની કચેરીએ બંને અનાજનું મહત્તમ વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્તમ અને આદર્શ બજારભાવ આધારિત આ ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતાં ખેડૂતોને તેનો મહત્તમ લાભ થશે. તેમ જ દેશના નાગરિકોને વાજબી ભાવે કઠોળ મળશે એમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
આ યોજનાનો લાભ લેવા રાજ્યના ખેડૂતોએ નાફેડના ઇ-સમૃદ્ધિ પૉર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. હાલમાં આ પૉર્ટલ પર નોંધણી શરૂ ગઈ છે. પૉર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની ખેડૂતોની સંસ્થા નાફેડ તુવેર અને અડદની સીધી જ ખરીદી કરશે અને તેનું ચૂકવણું નાફેડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર – DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના બેન્ક ખાતામાં કરશે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 7:50 પી એમ(PM)
ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો