ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. આ સિદ્ધિ જાહેર ક્ષેત્રના સાહસોને મજબૂત બનાવવા અને સૌના માટે મજબૂત, સસ્તી અને સુલભ ટેલિકોમ સેવાઓ સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, કેન્દ્રીય સંચારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે, 17 વર્ષમાં પહેલીવાર,BSNL એ ત્રિમાસિક ધોરણે નફો નોંધાવ્યો છે. તેમણે ઉમેર્યું હતુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્પના કરી છે કે ટેલિકોમ ક્ષેત્ર ભારતના ડિજિટલ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 7:32 પી એમ(PM) | ભારત સંચાર નિગમ લિમિટેડ
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો
