ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તહેવારો દરમિયાન દેશભરના નવા ગ્રાહકો માટે એક રૂપિયામાં દિવાળી 4G પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, ત્રીસ દિવસ માટે મફત મોબાઇલ સેવા પૂરી પાડવામાં આવશે જેમાં અમર્યાદિત કોલ્સ, દરરોજ 2 GB ડેટા અને 100 SMSનો સમાવેશ થાય છે. આ પ્લાનની જાહેરાત કરતા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એ. રોબર્ટ જે. રવિએ જણાવ્યું હતું કે આ એક રૂપિયાનો પ્લાન લોકોને આ અત્યાધુનિક અને મેક ઇન ઇન્ડિયા 4G નેટવર્કનો અનુભવ કરાવવામાં મદદ કરશે. આ ઉપરાંત, BSNL એ વિવિધ ગ્રાહકો માટે પાંચ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:21 એ એમ (AM)
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તહેવારો દરમિયાન દેશભરના નવા ગ્રાહકો માટે એક રૂપિયામાં દિવાળી 4G પ્લાન લોન્ચ કર્યો
