ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 27, 2025 2:09 પી એમ(PM) | ભારત શ્રીલંકા

printer

ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે

ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. જ્યારે કેન્યાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ટી બોર્ડ ઓફ ઈન્ડિયાની માહિતી અનુસાર વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાઓ હોવા છતાં, 2024માં ભારતની ચા નિકાસ 25 કરોડ 50 લાખ કિલોના 10 વર્ષની ટોચે પહોંચી છે. વર્ષ 2023માં 23 કરોડ કિલોની સરખામણીમાં દેશની નિકાસમાં 10 ટકાનો મજબૂત વધારો થયો છે. ભારતની નિકાસનું મૂલ્ય વર્ષ 2024માં 15 ટકા વધીને 7 હજાર 111 કરોડ રૂપિયા થયું જે વર્ષ 2023માં 6 હજાર 161 કરોડ હતું. ભારત યુએઈ, ઇરાક, ઈરાન, રશિયા, અમેરિકા અને બ્રિટન સહિત 25 થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.