ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 4, 2025 10:02 એ એમ (AM)

printer

ભારત વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 448 રનના સ્કોરથી રમત આગળ વધારશે

ભારત આજે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 448 રનના સ્કોરથી રમત આગળ વધારશે. ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા અને કે.એલ. રાહુલની સદીઓને કારણે, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ પર 286 રનની નોંધપાત્ર સરસાઈ મેળવી છે.ગઈકાલની રમતના અંતે, જાડેજા 104 રન પર અને વોશિંગ્ટન સુંદર 9 રન પર રમી રહ્યા હતા. જુરેલે 125 રન અને રાહુલે 100 રન બનાવ્યા હતા. અગાઉ, વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ પ્રથમ દાવમાં ફક્ત 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.