ભારત વિશ્વમાં સ્માર્ટફોનનો 3જો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે, જે 2019માં 23મા ક્રમે હતો. દેશની સ્માર્ટફોનની નિકાસ નવેમ્બર 2024માં 20 હજાર કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. એક સમાચાર લેખને ટાંકીને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સિધ્ધિની પ્રશંસા કરી હતી.આ સિદ્ધિ નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદન મૂલ્યના 70-75 ટકા નિકાસ કરવાની પ્રોડક્શન -લિંક્ડ ઇન્સેન્ટિવ-PLI યોજનાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 5:21 પી એમ(PM)
ભારત વિશ્વમાં સ્માર્ટફોનનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર બન્યો
