ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 24, 2025 7:52 પી એમ(PM)

printer

ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધી કડક સજા કરશે :પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓને ઓળખશે અને શોધી કાઢશે અને પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરશે. તેમણે કહ્યું કે આતંકવાદને બક્ષવામાં આવશે નહીં અને ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે.

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આજે બિહારના મધુબની જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આતંકવાદથી દેશનો આત્મા ક્યારેય તૂટશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવશે અને સમગ્ર દેશ આ સંકલ્પ પર અડગ છે. તેમણે ભાર મૂક્યો કે માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ ભારતની સાથે ઉભો છે.

શ્રી મોદીએ ભારત સાથે એકતા દર્શાવવા બદલ વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો. પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા, પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળ્યું.

આ પહેલા, શ્રી મોદીએ આજે મધુબનીથી ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ૮૭૦ કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને ચાર ટ્રેનોને લીલી ઝંડી આપી.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ બિહાર, ઓડિશા, કેરળ, તેલંગાણા અને આસામના પ્રતિનિધિઓને વિવિધ શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો-2025 અર્પણ કર્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ