ઓક્ટોબર 29, 2025 7:53 પી એમ(PM)

printer

ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય તકનિકી સહયોગ આયોગની પાંચમી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ.

ભારત-રશિયા આંતર-સરકારી કમિશન ઓન મિલિટરી એન્ડ મિલિટરી ટેકનિકલ કોઓપરેશનના લશ્કરી સહયોગ પર કાર્યકારી જૂથની 5મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. બેઠક દરમિયાન, બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા અને હાલના દ્વિપક્ષીય સહયોગમાં નવી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એર માર્શલ આશુતોષ દિક્ષિત અને ડેપ્યુટી ચીફ ઓફ મેઈન ઓપરેશન્સ, ડિરેક્ટોરેટ ઓફ ધ જનરલ સ્ટાફ ઓફ ધ આર્મડ ફોર્સિસ લેફ્ટનન્ટ જનરલ ડાયલેવસ્કી ઇગોર નિકોલાયેવિચ દ્વારા કરવામાં આવી હતી.