ભારત-યુરોપિયન મુક્ત વેપાર સંગઠન (EFTA) વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) આજથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર પર ગયા વર્ષે 10 માર્ચે નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.EFTA એક મહત્વપૂર્ણ પ્રાદેશિક જૂથ છે જેમાં માલ અને સેવાઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે અસંખ્ય તકો છે. EFTAના સભ્ય દેશોમાં આઇસલેન્ડ, લિક્ટેનસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડનો સમાવેશ થાય છે.સ્વિટ્ઝર્લૅન્ડ ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, ત્યારબાદ નોર્વે આવે છે. TEPA એક આધુનિક અને મહત્વાકાંક્ષી કરાર છે. ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલ કોઈપણ મુક્ત વેપાર કરારમાં પહેલીવાર, તેમાં રોકાણ અને રોજગાર સર્જન સંબંધિત માળખું શામેલ છે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM)
ભારત-યુરોપિયન મુક્ત વેપાર સંગઠન વેપાર અને આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવશે
