આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે કહ્યું કે, ભારત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI સાથે ઝડપી ચુકવણી પ્રણાલીમાં વિશ્વમાં આગળ છે. આ વર્ષે જૂન મહિનામાં આ માધ્યમ દ્વારા 18 અબજ 39 કરોડથી વધુ વ્યવહારો કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય 24 લાખ ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુ હતું.જે, ગયા વર્ષના જૂન મહિના કરતા 32 ટકા વધુ છે. વધતી જતી રિટેલ ડિજિટલ ચુકવણીઓ વિશે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની તાજેતરની ટિપ્પણી અનુસાર, UPIએ ભારતની ચુકવણી પ્રણાલીમાં ક્રાંતિ આણી છે. આ માધ્યમ દ્વારા દર મહિને 18 અબજથી વધુ વ્યવહારો થાય છે
Site Admin | જુલાઇ 21, 2025 9:01 એ એમ (AM)
ભારત, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ -UPI સાથે ઝડપી ચુકવણી પ્રણાલીમાં વિશ્વમાં અગ્રેસર
