ભારત અને મોરેશિયસ વચ્ચે સેંટલુઈસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઇ હતી. બન્ને દેશો વચ્ચે વિવિધ સમજૂતીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. MSME ક્ષેત્ર ઉપરાંત ભારત અને મોરેશિયસના નૌકાદળ વચ્ચે તથા સેન્ટ્રલ બેંક ઓફ મોરિશિયસ અને ભારતીય રીઝર્વ બેંક વચ્ચે પણ સમજૂતીના કરાર થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હતા. સમજૂતીના કરાર બાદ બંને દેશોના પ્રધાનમંત્રીઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદી મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ અગાઉ, પ્રધાનમંત્રીએ એક્સ પર મોરેશિયસના લોકોને રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવી હતી. અગાઉ પ્રધાનમંત્રીએ આજે ભૂતપુર્વ પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષનાં નેતા પ્રવિંદ જુગનૌથ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીની બે દિવસની મોરેશિયસની યાત્રાનો આજે અંતિમ દિવસ છે.
Site Admin | માર્ચ 12, 2025 1:54 પી એમ(PM) | ઇન્ડિયા-મોરેસિયસ
ભારત-મોરેશિયસ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાઃ અનેક ક્ષેત્રોમાં સમજૂતિપત્રો પર હસ્તાક્ષર
