કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, ભારત માર્ગ નિર્માણમાં બાયો-બિટ્યુમેનનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. બિટ્યુમેન એ હાઇડ્રોકાર્બનનું કાળું, ચીકણું મિશ્રણ છે. તે ક્રૂડ ઓઇલમાંથી મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં થાય છે.
નવી દિલ્હીમાં વૈજ્ઞાનિક અને ઔધોગિક સંશોધન પરિષદ-CSIR ટેકનોલોજી ટ્રાન્સફર સમારોહને સંબોધતા, શ્રી ગડકરીએ આ ઐતિહાસિક સિદ્ધિ માટે CSIR ને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આ પહેલ પરાળ બાળવાથી થતા પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 7:53 પી એમ(PM)
ભારત માર્ગ નિર્માણમાં બાયો-બિટ્યુમેનનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.