ત્રણ મેચની મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીના રોમાંચક મેચમાં, ભારતે ગઈકાલે રાત્રે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે અંતિમ રમતમાં ઈંગ્લેન્ડને 13 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા, ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 318 રનનો શાનદાર સ્કોર બનાવ્યો. જેના જવાબમાં યજમાન ટીમ 305 રન બનાવી શક્યું હતું.ભારતની કેપ્ટન હરમનપ્રીતે 84 બોલમાં શાનદાર 102 રન ફટકાર્યા.જ્યારે ક્રાંતિ ગૌડે છ વિકેટ ઝડપી હતી.
Site Admin | જુલાઇ 23, 2025 8:35 એ એમ (AM)
ભારત મહિલા ક્રિકેટરોએ રોમાંચક બનેલી છેલ્લી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી જીતી
