જાન્યુઆરી 14, 2026 9:15 એ એમ (AM)

printer

ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળામાં “ભારતીય લશ્કરી ઇતિહાસ – શૌર્ય અને બુદ્ધિમત્તા @75” થીમ પરનું પ્રદર્શન એક મુખ્ય આકર્ષણ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. આ મેળો ભારત અને વિશ્વભરના પ્રકાશકો, લેખકો, વાચકો અને સાંસ્કૃતિક અગ્રણીઓને એક સાથે લાવવા માટેનું મંચ પૂરું પાડે છે.18 જાન્યુઆરી સુધી ચાલનારા વિશ્વ પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે, “ભારતીય લશ્કરી ઇતિહાસ – શૌર્ય અને બુદ્ધિમત્તા @75” થીમ પરનું પ્રદર્શન એક મુખ્ય આકર્ષણ છે. આ પ્રદર્શનમાં, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના સ્વતંત્રતા પછી રાષ્ટ્ર નિર્માણમાં સામેલ થયેલા યોગદાનને સમર્પિત 500 થી વધુ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વર્ષે, પહેલીવાર, મુલાકાતીઓને મેળામાં મફત પ્રવેશ મળી રહ્યો છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠ અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની 150મી વર્ષગાંઠ નિમિત્તે મેળામાં ખાસ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળાનું બીજું આકર્ષણ ડિજિટલ લાઇબ્રેરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.