દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું ભારત, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ થી આગળ વધીને ‘બેટી બઢાઓ’ સુધી પહોંચી ગયું છે. દિલ્હીની રામજસ કોલેજ ખાતે એક કાર્યક્રમને સંબોધતાં મુખ્યમંત્રીએ કહ્યું કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે બાળ ભ્રૂણ હત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું સમાજમાં મહિલાઓ અને બાળકીઓના સાક્ષરતામાં નોંધપાત્ર વધારો થયો છે અને હવે મોટાભાગની મહિલાઓ ઉચ્ચ નેતૃત્વ જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર છે.
Site Admin | જુલાઇ 6, 2025 9:29 એ એમ (AM)
ભારત, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ થી આગળ વધીને ‘બેટી બઢાઓ’ સુધી પહોંચી ગયું છે :મુખ્યમંત્રી રેખા ગુપ્તા