ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની 86મી બેઠક આજે સવારે કોલકાતામાં શરૂ થઈ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી નદીઓની સમસ્યા આ બેઠકમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેશે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે બંને દેશોની સચિવ કક્ષાની બેઠક પછી, આ મુદ્દાને ઉકેલવા માટે બંને પક્ષોના પ્રતિનિધિઓ સહિત છ સભ્યોની ટેકનિકલ સમિતિની રચના થઈ શકે છે. આ બેઠકમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશથી 11 સભ્યોનું પ્રતિનિધિમંડળ કોલકાતા આવ્યું છે. પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે એજન્ડામાં કુલ 11 મુદ્દાઓનો સમાવેશ થાય છે.
Site Admin | માર્ચ 6, 2025 7:56 પી એમ(PM)
ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની 86મી બેઠક આજે સવારે કોલકાતામાં શરૂ થઈ.