ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે. જનરલ દ્વિવેદી આવતીકાલે પેરિસમાં લેસ ઇન્વેલાઇડ્ઝ ખાતે ફ્રાન્સના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ ફ્રેન્ચ સેનાના વડા જનરલ પિયરે સાથે ચર્ચા કરશે.
દરમિયાન શ્રી દ્વિવેદી પેરિસમાં પ્રતિષ્ઠિત સૈન્ય શાળા અને ઇકૉલ સંસ્થા પરિસરની મુલાકાત પણ લેશે. ત્યારબાદ મંગાળવારે તેઓ માર્સેલીમાં ફ્રેન્ચ સેનાના થ્રીજી ડિવિઝનની મુલાકાત લેશે. જનરલ દ્વિવેદી ગુરુવારે ન્યૂવ ચેપલ ભારતીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે. તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, આ મુલાકાતનો હેતુ બંને દેશ વચ્ચે સૈન્ય સહકારને મજબૂત બનાવવા, સહકારના નવા માર્ગ શોધવા અને બંને દેશના સશસ્ત્ર દળ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધારવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:37 પી એમ(PM) | જનરલ દ્વિવેદી
ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે.