પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિજીના પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા વચ્ચે હાલ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આજની દ્વિપક્ષિય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યાં છે. તેમણે આ બેઠકને ફિજી અને ભારતના સંબંધોના નવા અધ્યાય સ્વરૂપ ગણાવી હતી.. તેમણે આ બેઠકના નિર્ણયોની માહિતી આપાત કહ્યું હતું કે ભારત ફીજીમાં જનઔષધિકેન્દ્રો શરૂ કરશે. તેમણે કહ્યું કે બંને દેશોએ આતંકવાદ સામેની લડાઇમાં ખભાખભા મિલાવીને કામ કરવાનો સંકલ્પ કર્યો છે.
આ અગાઉ શ્રી રાબુકાએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ શ્રી રાબુકાના સન્માનમાં આજે ભોજન સમારોહનું પણ આયોજન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસના ભારત પ્રવાસ પર શ્રી રાબુકા ગઈકાલે નવી દિલ્હી આવ્યા છે. આજે સાંજે તેઓ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 2:27 પી એમ(PM)
ભારત ફીજીમાં જન ઔષધિ કેન્દ્ર શરૂ કરશે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી
