ડિસેમ્બર 25, 2025 7:51 પી એમ(PM)

printer

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં.

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યું, ભારત વેપાર અને વેરા મુદ્દે અમેરિકાના વેપારી પ્રતિનિધિમંડળ સાથે સતત સંપર્કમાં રહેશે, જેનાથી વહેલી તકે કરાર થઈ શકે.
આ કરારની વાતચીત ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન થઈ હતી. ત્યારે ભારતે અવકાશ સંશોધન સહિતના ક્ષેત્રમાં મહત્વના કરાર પર સંમતિ દર્શાવી છે.
શ્રી ક્વાત્રાએ ગઈકાલે ભારત દ્વારા અમેરિકાના સંચાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણને બંને પક્ષ માટે મહત્વના ગણાવ્યા. તેમણે ઍક્સિઑમ-4 મિશનનો ઉલ્લેખ કર્યો, જેમાં વાયુસેનાના ગૃપ કૅપ્ટન શુભાન્શુ શુક્લાએ આંતર-રાષ્ટ્રીય અવકાશ કેન્દ્રની યાત્રા કરી હતી. આ ભારતનું પહેલું માનવ અવકાશ અભિયાન હતું. તેમણે પૃથ્વીના અવલોકન માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરો અને રાષ્ટ્રીય વિમાનવિજ્ઞાન અને અવકાશ વહીવટ – NASAના સંયુક્ત અભિયાન નિસારનો પણ ઉલ્લેખ કર્યો હતો.