ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

printer

ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ – JTIC ની સ્થાપના

ભારત અને નેધરલેન્ડ્સે એક સમજૂતી કરાર દ્વારા ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ – JTIC ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને નેધરલેન્ડ્સના વિદેશ મંત્રાલય વચ્ચેના આ સમજૂતી કરારની જાહેરાત ગઈકાલે વિદેશ મંત્રી ડેવિડ વાન વીલની ભારત મુલાકાત પ્રસંગે કરવામાં આવી હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સમજૂતી કરાર વેપાર અને રોકાણ બાબતો પર નિયમિત સંવાદ અને સહયોગ માટે JTIC ને ઔપચારિક સંસ્થાકીય માળખા તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ કરે છે. JTIC દ્વિપક્ષીય વેપાર સંબંધોની સમીક્ષા કરવા, બંને દેશો વચ્ચે રોકાણને પ્રોત્સાહન આપવા, વેપાર અને રોકાણ અવરોધોને દૂર કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ શોધવા માટે એક પદ્ધતિ તરીકે સેવા આપશે.