પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું, વંદે માતરમની ભાવના આ શક્તિનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ ફક્ત એક ગીત કે સ્તોત્ર નથી, પરંતુ લોકોને તેમના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન આ મુજબ જણાવ્યું. ચર્ચામાં ભાગ લેતા, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે વંદે માતરમ દેશનો આત્મા છે અને દરેક ભારતીય તેને ગાવામાં ગર્વ અનુભવે છે.સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે વંદે માતરમ લોકોને એક કરે છે. જનતા દળ (યુનાઇટેડ) ના દેવેશ ચંદ્ર ઠાકુરે કહ્યું કે વંદે માતરમ માત્ર એક ગીત નથી પરંતુ જાગૃતિ માટે રાષ્ટ્રીય હાકલ છે. તેલુગુ દેશમ પાર્ટીના ડૉ. બાયરેડી શબરીએ કહ્યું કે વંદે માતરમ એક શાશ્વત ગીત છે અને રાષ્ટ્રની હિંમત, આશા અને સામૂહિક ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM)
ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી