ભારત દક્ષિણ આફ્રિકા સાથેની બીજી અને અંતિમ ટેસ્ટના આજે ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 9 રનથી આગળ છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સવારે 9 વાગ્યે મેચ શરૂ થશે. બીજા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 7 રન અને કે.એલ. રાહુલ 2 રન સાથે રમતમાં છે. ભારત દક્ષિણ આફ્રિકાથી 490 રન પાછળ છે.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 489 રન બનાવ્યા હતા. મુથુસામીએ 109 રન અને જાનસેન 93 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી.
આ મેચમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઇજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
Site Admin | નવેમ્બર 24, 2025 7:57 એ એમ (AM)
ભારત દક્ષિણ આફ્રિકા સાથેની બીજી અને અંતિમ ટેસ્ટના આજે ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 9 રનથી આગળ રમશે