ડિસેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)

printer

ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અંતિમ ટી-20 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

પુરુષોની ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. દરમિયાન, ઝારખંડે પુણેમાં હરિયાણાને 69 રનથી હરાવીને પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ જીત્યો છે. ઝારખંડે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૬૨ રન બનાવ્યા. જવાબમાં હરિયાણાની ટીમ ૧૯૩ રન જ બનાવી શકતા ઝારખંડનો વિજય થયો. આ સાથે આજે દુબઈમાં અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ની સેમિફાઇનલમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે.