જુલાઇ 8, 2025 8:43 એ એમ (AM)

printer

ભારત તેની ઊર્જા ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે નોર્વેમાં વિવિધ પરિયોજનાઓનું અન્વેષણ કરી રહ્યું છે: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યું કે, ભારત તેની ઊર્જા ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે તેની કુશળતાનો લાભ લેવા માટે નોર્વેમાં વિવિધ પરિયોજનાઓનું અન્વેષણ કરી રહ્યું છે. તેમણે નોર્વેના બર્ગનમાં નોર્ધન લાઈટ્સ CO2 ટર્મિનલની મુલાકાત લીધી હતી અને હાઇડ્રોકાર્બન સંશોધન, ખાસ કરીને નોર્વેના ઊર્જા વ્યાવસાયિકો દ્વારા ઊંડા દરિયાઈ સંશોધનને આવરી લેતી તકનીકો પર ચર્ચા કરી હતી.
સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં શ્રી પુરીએ જણાવ્યું કે, ભારત વૈશ્વિક સ્તરે સૌથી મોટા ઓફશોર એક્સપ્લોરેશન બિડિંગ રાઉન્ડમાંથી એકમાં ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી રાઉન્ડ-10માં 2.50 લાખ ચોરસ કિલોમીટરથી વધુનું અન્વેષણ કરવાની યોજના ધરાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.