પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસના કાર્યક્રમમાં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વ માટે આશાનું કિરણ બની રહ્યું છે. ભારતમાં ફુગાવો અને વ્યાજ દર ઓછા છે અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પણ મજબૂત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે નિષ્ણાતોના મતે, વિશ્વ વિકાસમાં ભારતનું યોગદાન ટૂંક સમયમાં વીસ ટકા જેટલું થશે. શ્રી મોદીએ કહ્યું કે આજે ભારત રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે વિશ્વને મંદીમાંથી બહાર કાઢવાની સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે દર મહિને લાખો સ્થાનિક રોકાણકારો SIP દ્વારા બજારમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 8:36 એ એમ (AM)
ભારત ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
