ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 8:13 પી એમ(PM)

printer

ભારત- ઝિમ્બાબ્વે વચ્ચેની ચોથી T20 મેચમાં ભારતનો દસ વિકેટે વિજય

પુરૂષોની ક્રિકેટમાં, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ચોથી T20 મેચમાં ભારતે વિના વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ રઝાના 46 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 152 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી ખલીલ અહેમદે 2 વિકેટ લીધી હતી.
બીજી બેટિંગ કરતાં ભારતે 153 રનનું લક્ષ્ય વિના વિકેટે માત્ર 15.2 ઓવરમાં પ્રાપ્ત કરી લીધું હતું. જેમાં યશશ્વી જયસ્વાલે અણનમ રહી માત્ર 53 બોલમાં 93 રન, જ્યારે શુભમન ગિલે 58 રન કર્યા હતા. મેચના અંતે યશશ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રેણીમાં ભારત શુભમન ગીલની કપ્તાની હેઠળ હાલમાં 3-1 થી આગળ છે.