જાન્યુઆરી 5, 2026 9:03 એ એમ (AM)

printer

ભારત ચીનને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો

ભારત ચીનને પાછળ છોડીને દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં આ વાત કહી હતી.તેમણે કહ્યું કે, ભારતનું ચોખાનું ઉત્પાદન ૧૫૦.૧૮ મિલિયન ટન સુધી પહોંચી ગયું છે, જ્યારે ચીનનું ઉત્પાદન ૧૪૫.૨૮ મિલિયન ટન હતું. શ્રી ચૌહાણે કહ્યું કે, ભારત હવે વિદેશી બજારોમાં ચોખાનો પુરવઠો પૂરો પાડી રહ્યું છે.મંત્રીશ્રીએ, દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત ૨૫ ખેતી પાકોની ૧૮૪ સુધારેલી જાતોનું અનાવરણ કર્યું.