વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત કોઈપણ એકપક્ષીય પ્રતિબંધોને સમર્થન આપતું નથી. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે યુરોપિયન સંઘ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે ભારત એક જવાબદાર દેશ છે અને તેની કાનૂની જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે ભારત તેના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઊર્જા સુરક્ષાની જોગવાઈને સર્વોપરી માને છે. શ્રી જયસ્વાલે ભાર મૂક્યો હતો કે ખાસ કરીને ઊર્જા વેપારના કિસ્સામાં બેવડા ધોરણો ન હોવા જોઈએ.
Site Admin | જુલાઇ 19, 2025 8:40 એ એમ (AM)
ભારત કોઈપણ એકપક્ષીય પ્રતિબંધોને સમર્થન આપતું નથી-વિદેશ મંત્રાલય