સપ્ટેમ્બર 16, 2025 7:48 પી એમ(PM)

printer

ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બન્યો

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે જણાવ્યું હતું કે ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બની ગયો છે. નવી દિલ્હીમાં 31મા વિશ્વ ઓઝોન દિવસના કાર્યક્રમ દરમિયાન તેમના વિડીયો સંદેશમાં, શ્રી યાદવે માહિતી આપી હતી કે ભારત હાઇડ્રોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને ઉપયોગ 67.5 ટકા ઘટાડવામાં સફળ રહ્યું છે.
મંત્રાલયના સચિવ તન્મય કુમારે જણાવ્યું હતું કે લોકોએ બિનજરૂરી વપરાશથી દૂર રહેવું જોઈએ અને સંસાધનોના યોગ્ય ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે માહિતી આપી હતી કે પર્યાવરણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સહયોગથી, 120 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક તાલીમ સાધનો પૂરા પાડશે જેથી વિદ્યાર્થીઓને આ ક્ષેત્રના પડકારો માટે તૈયાર કરી શકાય. વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધીની થીમ પર આધારિત, આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓ એકત્ર થયા હતા.