ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 9:42 એ એમ (AM)

printer

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદે કર્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયન પક્ષનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગના પ્રથમ સહાયક સચિવ આંતરરાષ્ટ્રીય નીતિ વિભાગ બર્નાર્ડ ફિલિપે કર્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં સતત પ્રગતિનું સ્વાગત કર્યું હતું, આ બેઠકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનો સૂર વ્યક્ત થયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.